સુરતના મોટા વરાછા ખાતે રહેતા પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પી.પી.સવાણી હોસ્પિટલ અને પટેલ સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરીવાર દ્વારા અંગદાન થકી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું છે.
મૂળ સુરતના વતની અને હાલ સુરતના મોટા વરાછા ખાતે રહેતા પટેલ પરિવાર ની પુત્રવધુ પીનલબેન કિકાણી રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમય થયો ત્યારે તેમના સાસુ તેને જગાડવા ગયા ત્યારે જાગ્યા નહી અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણી ને તેઓએ બોલાવ્યા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડી નાખ્યો. અને બેડરૂમની અંદર પ્રવેશતા જોયું તો પીનલબેન ખૂબજ ગંભીર પરિસ્થિતિ હતા. તેઓએ તેમના બંને દીકરાને જાણ કરી અને ઘરેથી તાત્કાલિક વરાછા ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યા પીનલબેનને આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડોક્ટરે તેઓને બ્રેઇનડેડ જાહેર કરી.
પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના પરીવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટને સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને પરીવારને અંગદાન અંગે વિસ્તૃતમાં માહિતી આપી અને સાથે મળી ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી.
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું. લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક,સુરત કરવામાં આવ્યુ.
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરત થી અમદાવાદ સુધીનો 269kmનો ગ્રીન કોરીડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590