એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ગુજરાતના સુરતમાં મોટી કાર્યવાહી કરી. ટીમે મધ્યરાત્રિએ ડ્રગ્સ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને 51 કરોડ રૂપિયાની મેથિલિન ડાયોક્સી મેથામ્ફેટામાઇન (MDMA) ડ્રગ જપ્ત કરી હતી. ATS ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક (SP) શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અધિકારીઓને માહિતી મળી હતી કે MDMA ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવામાં આવી છે અને ત્યાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી છે. આ માહિતીના આધારે ગુજરાત ATSએ ફેક્ટરીમાં દરોડો પાડીને ત્યાંથી 4 કિલો ઘન સ્વરૂપમાં MDMA અને 31 કિલો પ્રવાહી સ્વરૂપે જપ્ત કર્યું હતું. જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1 આરોપીની અટકાયત કરવામાં આવી છે. એકંદરે એટીએસે રૂ.51 કરોડના ડ્રગ્સ સીલ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590