Latest News

ડોલવણના એક ગામમાં દેરાણી દ્વારા ડાકણ કહી હેરાન કરવામાં આવતા,૧૮૧ અભયમ મદદે

Proud Tapi 17 Oct, 2023 01:02 PM ગુજરાત

ડોલવણ  તાલુકાના એક ગામમાં  દેરાણી દ્વારા ડાકણ કહી હેરાન કરવામાં આવતા,મહિલાએ તાપી ૧૮૧ અભયમ ટીમની મદદ માંગતા,અભયમ ટીમ મદદે પહોંચી હતી.અને બંને પક્ષો ની કાઉન્સેલિંગ કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

ડોલવણ તાલુકાની એક મહિલાની દેરાણી નો છોકરો ત્રણ વર્ષ પહેલાં કેન્સરની બીમારી ના કારણે મોતને ભેટ્યો હતો.તે બાબતે પીડિત બહેન ને મારા છોકરાને તમે કંઈ કરી દીધું.એવું કહી  અવારનવાર મેણાં ટોણા મારતા હતા.અને લડાઈ ઝગડા કરી મારપીટ કરવા માટે આવતા હતા.તેમજ મહિલાને ડાકણ કહી અપશબ્દો બોલતાં હતા.જે બાદ પીડિતાએ તાપી ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર વ્યથા જણાવી હતી.ત્યારે ૧૮૧ અભયમ ટીમ તેણીની મદદે પહોંચી હતી.જે બાદ  ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષો નું અસરકારક કાઉન્સેલિંગ કરવામાં  આવ્યું હતું.અને બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા.તેમજ કાયદાકીય સમજણ આપવામાં આવી હતી તથા બંને પક્ષો એ સ્થળ પર લેખિત બાંહેધરી આપતા સ્થળ પર જ અભયમ ટીમ એ પ્રશ્નનું  નિરાકરણ કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post