ભારતીય ખોખો ટીમમાં તાપી જિલ્લાની વ્યારા તાલુકાની ચૌધરી ઉપાસના
મલેશિયા ખાતે રમાયેલ ખો ખો ટેસ્ટ સિરીઝમાં ભારતે મલેશિયાને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ટીમમાં તાપી જિલ્લાની વ્યારા તાલુકાની ચૌધરી ઉપાસના નો પણ સમાવેશ થાય છે.જેને ભારતની ટીમને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય ટીમમાં તાપીની દિકરી ઉપાસના ચૌધરી એ ફાઇનલ મેચમાં બે મિનિટ ડિફેન્સ કરી અને ચાર પોઈન્ટ આઉટ કરી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ફાઇનલ મેચમાં મલેશિયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો. જેમાં પહેલી ઇનિંગમાં ભારતે મલેશિયાના 18 પોઈન્ટ આઉટ કર્યા હતા. અને ભારતના મલેશિયાએ 7 પોઈન્ટ આઉટ કર્યા હતા. બીજા દાવમાં મલેશિયાના 28 પોઈન્ટ આઉટ કર્યા હતા. અને મલેશિયા ભારતના ચાર પોઇન્ટ આઉટ કર્યા હતા. ફાઇનલ મેચનો સ્કોર 46-11 રહ્યો હતો. હાલમાં ઉપાસના ચૌધરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સેન્ટર ઓફ એકસલન્સી (COE) યોજનામાં લાભ લઈ રહ્યા છે. તાપી જિલ્લા સહિત સમગ્ર દેશનું નામ રોશન કરનાર ટીમ અને ઉપાસના ચૌધરીને તાપી જિલ્લા તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત સમગ્ર તાપી વાસીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590