Latest News

કેજરીવાલના આજથી 3 દિવસ ગુજરાતમાં ધામા, ભાજપને તેના જ ગઢમાં પડકારવાનો પ્રયાસ !

Proud Tapi 06 Jan, 2024 05:07 AM ગુજરાત

આજથી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની મુલાકાતે છે. તારીખ 6 7 અને 8 એમ ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતમાં હશે. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહશે. આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પાયો નાખશે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હશે. તેઓ ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેશે.તેમનું ગુજરાત મુલાકાતનો રાજકીય અર્થ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. 

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની 26 બેઠકો જીતવા માટે ભાજપ તાકાત લગાવી રહી છે. ભાજપ 26ની હેટ્રિક કરવા માંગે છે તો બીજી તરફ કોંગ્રેસ 6 થી 7 બેઠકો પર પુરી તાકાત લગાવી રહી છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી છે. વિધાનસભામાં એકંદરે સારા પ્રદર્શન બાદ પાર્ટી લોકસભામાં પણ લડી રહી છે ત્યારે પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

ગુજરાત AAPની લોકસભા સ્ટ્રેટેજી
આજથી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની મુલાકાતે છે. તારીખ 6 7 અને 8 એમ ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતમાં હશે. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહશે. આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પાયો નાખશે. તેઓ લોકો સાથે પણ સંવાદ કરવાના છે. બની શકે કે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરવસાવાની મુલાકાત લેશે અને તેઓની સાથે અન્યાય થયો છે તેવો સંદેશ સમગ્ર આદિવાસી સમાજને આપશે.

ચૈતર વસાવાની મુલાકાત કરી શકે
મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે તેમના વિરૂદ્ધ વનવિભાગના અધિકારીઓ સાથે મારઝૂડ, ધમકી અને બંદૂક ચલાવવાના ગંભીર આરોપ છે ત્યારે પાર્ટી પહેલેથી માને છે કે ચૈતર વસાવાને અટકાવવા અને લોકસભા ચૂંટણી લડતા રોકી શકાય એટલે ભાજપ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચે છે.

એનાલિસિસ કરીએ તો એવું પણ માનવું ખોટુ નથી કે ચૈતરવસાવાનો મુદ્દો પાર્ટી માટે લોકસભાના લૉન્ચિંગ પેડ સમાન છે. પાર્ટીને કોઈ એવો મુદ્દો જોઈતો હતો કે જેનાથી તેઓ ગુજરાતમાં લોકસભાની શરૂઆત કરી શકે અને આ મુદ્દો બન્યો. હવે સવાલ એ છે કે આખરે પાર્ટી આખા દક્ષિણમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કેમ ચૈતર વસાવાના મુદ્દાને વધુ તાકાતથી લઈ જવા માગે છે. તો સૌથી પહેલું કારણ છે કે ચૈતર વસાવા મોટો આદિવાસી ચહેરો છે. 5 સીટોમાંથી સૌથી વધુ માર્જિને તેઓ વિધાનસભા જીત્યા છે.તેઓ આદિવાસી સમુદાયનો યુવા ચહેરો છે.

80 લાખથી વધુ આદિવાસી મતદારો
આખરે આમ આદમી પાર્ટી ચૈતરવસાવાના મુદ્દે આદિવાસી સમાજને કેમ પોતાના તરફી કરવા માગે છે તો આ સવાલનો આંકડાકીય જવાબ જણાવીએ તો રાજ્યમાં આદિવાસી મતદારોની 1 કરોડથી વધુની જનસંખ્યા છે. ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં તેમનો વસવાટ છે. 80 લાખથી વધુ આદિવાસી મતદારો છે. આદિવાસી સમાજની કુલ 29 જાતિઓ છે.

આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતરવસાવાને લોકસભા ચૂંટણી માટે પસંદ પહેલેથી જ કરી લીધા છે. હવે સત્તાવાર રીતે કોણ કઈ રીતે ચૂંટણી લડે છે તે તો આવનારા સમયમાં ખ્યાલ આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપની 26 બેઠકોની હેટ્રીક રોકવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post