વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ મથકના ગેરકાયદેસર દારૂના ગણનાપાત્ર ગુનામાં આરોપી ઘણાં સમયથી નાસતો ફરતો હતો.ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ પોલીસે નાસતા ફરતા આરોપી સદ્દામ નિઝામ નુરમહમદ શેખની અટક કરી હતી.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ મથકના ગેરકાયદેસર દારૂના ગણનાપાત્ર ગુન્હામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ ખેરગામ પોલીસ દ્વારા કરવામાં આવી છે.નવસારી જિલ્લાના ખેરગામ પોલીસે બાતમીના આધારે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી સદ્દામ નિઝામ નુરમહમદ શેખ ( ઉ.વ.૩૩ રહે.કુંભારવાડ,ખેરગામ તા.ખેરગામ જી-નવસારી )ની અટક કરી હતી.તેમજ આરોપીને નાનાપોંઢા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590