Latest News

આદિવાસી નેતા છોટુ વસાવાનો પુત્ર મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Proud Tapi 12 Mar, 2024 03:05 PM ગુજરાત

ઈન્ડિયા (I.N.D.I.A.)ગઠબંધન હેઠળ ભરૂચમાં (Bharuch) આપના (AAP) ઉમેદવાર ચૈતર વસાવાને (ChaitarVasava) ટિકીટ આપવામાં આવી હોય અહીં કોંગ્રેસમાં (Congress) ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે હવે ભાજપે (BJP) અહીં મોટો દાવ રમ્યો છે. ભાજપે બીટીપીના (BTP) અધ્યક્ષ મહેશ વસાવાને (Mahesh Vasava) ભાજપમાં સામેલ કરી બરોબરીની ટક્કર આપવાનું આયોજન કરી દીધું છે. આજે બીટીપીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

આજે સોમવારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સુપ્રીમો અને પિતા છોટુ વસાવાની છાવણીઓ છોડી PM નરેન્દ્ર મોદીની વિચારધારાને અપનાવી લીધી છે. 800 સમર્થકો સાથે વસાવાએ કમલમ ખાતે કેસરિયા કર્યા છે. મહેશ વસાવાએ તેમની ભારતીય ટ્રાયબલ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરી દીધું છે.

ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની નેતાગીરી માટે આ નિર્ણય મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ પેટ્ટી પર છોટુ વસવાની એકહથ્થુ રાજ રહ્યું છે. ઢળતી ઉંમર સાથે છોટુ વસાવા પરિવાર પર કંટ્રોલ જાળવી રાખવામાં સફળ ન રહેતા તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ પિતાની વિચારધારા છોડી છાવણી બદલી છે.

ઉલ્લેખનીય છે કે,2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કર્યો હતો. મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવાની જ ટિકીટ કાપી નાંખી હતી. પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો.

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.

મહેશ વસાવા ઉપરાંત પાલનપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. મહેશ પટેલની સાથોસાથ સંજય મોરી, જગદીશ પટેલ, બાલુ છોટુ વસાવા, કનુ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુ પટેલ, દિનેશ પટેલ, ગંગારામ પટેલ, દેવસી પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post