વ્યારા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી પોતાનું કામકાજ પતાવીને એડવોકેટ કમલેશ ટેમકર વ્યારાના મુખ્ય બજારની અંદર આવેલ અને વ્યારાના હાઈસ્કુલ શોપિંગ સેન્ટર ખાતે આવેલ ભારત સ્વીટની દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા. જે દરમિયાન તેમણે જલેબી નો ઓર્ડર કર્યો હતો. એડવોકેટ કમલેશ ટેમકર ને પીરસવામાં આવેલી જલેબી માંથી મોરલો મંકોડો નીકળતા હોબાળો મચ્યો હતો.
મળતી માહિતી મુજબ બુધવારે સાંજના સમયે વ્યારા કોર્ટમાં પોતાની કામગીરી પતાવી એડવોકેટ કમલેશ ટેમકર નજીકમાં આવેલી ભારત સ્વીટ નામની નાસ્તાની દુકાન માં નાસ્તો કરવા ગયા હતા, ત્યાં નાસ્તો કરતા તેઓએ જલેબી નો ઓર્ડર આપ્યો હતો.ભારત સ્વીટ ખાતે એડવોકેટ કમલેશ ટેમકર ને પીરસવામાં આવેલી જલેબી માંથી મંકોડો નીકળતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફને પૂછતા સ્ટાફે તેઓની માફી માંગી પતાવટ કરવા આજીજી કરતા એડવોકેટ કમલેશ ટેમકરે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ પ્રકારના ગંભીર ચેડા કદાપી ચલાવી ના લેવાય અને એક જાગૃત નાગરિક તરીકે પોતાની નૈતિક ફરજના ભાગરૂપે નગરપાલિકા આરોગ્ય વિભાગ અને મીડિયા ને જાણ કરતા મીડિયા કર્મીઓ તેમજ પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી ગયા હતા. આરોગ્ય કર્મચારી સુરેશ રાણા એ સેમ્પલ લઈ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યારા સોનગઢ અને ડોલવણ ઉચ્છલ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર નીકળેલી ખાણી પીણીની હાટડીઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે કેળા થતા હોવાની આશંકા ભરી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યારા અને સોનગઢ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર ખાણીપીણીની હાટડીઓ ચલાવનાર સામે તપાસ કરવામાં આવે અને તેમના સેમ્પલ લઇ ચકાસણી કરવામાં આવે તો મોટા પાયે ખાનપાનની વસ્તુમાં ભેળસેળ યુક્ત કે મિલાવટ સામે આવી શકે તેમ છે. ત્યારે તાપી જિલ્લા કલેકટર આ બાબતે ગંભીરતા લઈ તપાસના આદેશ આપે તે ખૂબ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590