નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં બોગસ ડોક્ટર દ્વારા લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવતા હોવાની ખાનગી બાતમીના આધારે નવસારી જિલ્લા એસ.ઓ.જી.ટીમ એ તપાસ કરી બોગસ ડોકટરની ધરપકડ કરી રૂ.૧૯,૬૧૭/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વિજલપોરમાં બોગસ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી. તેમજ બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને સારવાર આપીને લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા.જે બાદ નવસારી જિલ્લા એસ.ઓ.જી. ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો.જેમાં એસ.ઓ.જી. ટીમે તપાસ કરતા સામે જાણવા મળ્યું હતું કે, બોગસ ડોક્ટર શંકર કાનાઈ વિશ્વાસ (હાલ રહે.રામનગર-૨ વિજલપોર તા.જલાલપોર, જી.નવસારી, મૂળ રહે. ચાતપાડા, જી.ગાયઘાટા, વેસ્ટ બંગાલ ) પાસે ડોક્ટરની કોઈપણ પ્રકારની ડિગ્રી નથી તેમ છતાં હોસ્પિટલ ચલાવી અને ડોક્ટર તરીકે ની સેવા આપી દર્દીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો હતો.એસ.ઓ.જી.ની તપાસમાં શંકર કાનાઈ વિશ્વાસ પાસેથી ગુજરાત મેડીકલ કાઉન્સીલ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ ની કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેકટીસ અંગેની ડિગ્રી મળી આવી ન હતી.જેથી નવસારી એસ. ઓ.જી. ટીમ એ સાધન સામગ્રી, મેડીસીન તથા માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી કુલ કિ.રૂપીયા ૧૯,૬૧૭/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બોગસ ડોકટરની ધરપકડ કરી હતી.તેમજ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590