છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલા સુરતના એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પિયુષ ધાનાણીને મહિલાએ લાફા ઝીંક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના ડાયમંડ નગરી સુરતના વરાછા વિસ્તારની છે. જેમાં ચાલુ મોપેડ પર વાત કરી રહેલી મહિલાને અટકાવતા મહિલા પડતાં પડતાં રહી ગઈ હતી. ત્યારબાદ રોષે ભરાયેલી મહિલાએ પીષુષ ધાનાણીને 2-3 લાફા ઝીંક્યા હતા. આ અંગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે સુરતના એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધાનાણીને થોડા દિવસ પહેલા કેટલાક લોકોએ માર પણ માર્યો હતો. અત્રે જણાવી દઈએ કે છેલ્લાં ઘણાં સમયથી આ ઈન્ફુલએન્સર લોકોને ટ્રાફિકનાં નિયમો અંગે જાગૃત કરવાનાં પ્રયાસ કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590