માનવતા મરી પરવારી હોય તેવો એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે.ખેરગામના પોમાપાળમાં પતિ પત્નીના ઝઘડામાં 13 વર્ષીય દીકરા એ જીવ ગુમાવવો પડ્યો છે,પતિએ પત્ની પર ચપ્પુ વડે ઘા કર્યા , જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નવસારી જિલ્લાના ખેરગામના પોમાપાળ ગામના જગદીશ રસિકભાઈ પટેલ ( રહે.ખેરગામ પોમાપાળ ફળીયા સ્કુલની બાજુમાં તા.ખેરગામ જી.નવસારી) અને તેમની પત્ની પિનલ બેન વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો.ત્યારે પીનલબેન ઘર છોડી પિયરમાં રહેતી હતી.જગદીશભાઈએ પત્ની પર ચપ્પુ વડે ઘા ઝીકી હુમલો કર્યો હતો.તેમજ જગદીશભાઈએ 13 વર્ષીય દીકરી ને કૂવામાં ધકેલી પોતે પણ કુવામાં ઝંપલાવી દીધું હતું.જે બાદ તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે તેઓ બહાર આવી નાસી છૂટ્યા હતા,જોકે દીકરો મોત ને ભેટયો હતો.આ અંગેની ફરિયાદ પીનલબેને ખેરગામ પોલીસ મથકે નોંધાવી હતી.જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે પોલીસે આજ રોજ નાસી છૂટેલ જગદીશભાઈ પટેલ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590