ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ વાંસદા તાલુકાના ભીનાર ગામમાંથી 71,520/- ના દારૂના જથ્થા સાથે બે ઇનસમોને ઝડપી પાડી,દારૂનો જથ્થો પૂરો પાડનાર ને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલએ બાતમીના આધારે ભીનાર ગામના ખડકાળા ફળિયામાં ઘર નં.૧૩૯૬ માં રેઇડ કરી હતી.જ્યારે કલ્પેશભાઈ બાબુભાઈ પટેલના ઘરમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ બોટલો નંગ-492 જેની કિં.રૂ. 71,520/- મળી આવી હતી.પોલીસે રેડ દરમિયાન (૧) કલ્પેશભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ. 37, રહે- ઘર નં.1396, ખડકાળા ફળીયું, ભિનાર ગામ, તા.વાંસદા, જી.નવસારી ) અને (૨) ભરતભાઇ ગમનભાઇ (ઉ.વ. 34, ખડકાળા ફળીયું, ભિનારગામ, તા.વાંસદા, જી.નવસારી)ની ધરપકડ કરી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ દારૂનો જથ્થો જેની કિં.રૂ.71,520/- અને મોબાઈલ નંગ - 2 જેની કિં.રૂ.10,000/- એમ મળી કુલ રૂ. 81,520/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મિનેષભાઈ રવજીભાઈ રાઠોડ (રહે.સેલવાસ,દાદરા નગર હવેલી સંધ પ્રદેશ)ને વોન્ટેડ જાહેર કરવામાં કર્યો હતો.આ અંગેની ફરિયાદ વાંસદા પોલીસ મથકે નોંધવામાં આવી છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590