સુરતની 724 શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે.ઉલ્લેખનીય છે કે આ 724 શાળાના કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં પણ અનિયમિતતા જોવા મળી છે.આ મામલે નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
નિયત સમયમાં હાજરી ન પૂરતી સુરતની 724 શાળાઓની યાદી જાહેર કરવામાં આવી છે.જાહેર કરેલી આ શાળાઓએ 15 દિવસથી વધારે દિવસની હાજરી પૂરી નથી .તમામ સ્કૂલોને નિયમોનું પાલન કરવાની તાકીદ અપાઈ છે.ઉલ્લેખનીય છે કે શિક્ષણકાર્યમાં ગુણવત્તા જાળવવા માટે શિક્ષણાધિકારી દ્વારા ભાર આપવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590