Latest News

વ્યારા ટાઉન હોલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Proud Tapi 18 Oct, 2023 11:33 AM ગુજરાત

ખેતીવાડી વિભાગ તાપી,કેવીકે વ્યારા તથા મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત ના સંયુક્ત ઉપક્રમે આજે તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ ધારાસભ્ય મોહન કોંકણી ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં યોજાયો હતો.  

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ખેડૂત છે તો દેશ છે. ખેડૂતએ જગતનો તાત છે. અન્નદાતા તરીકે સારૂ અનાજ પકવવાની આપણી જવાબદારી છે. તેમણે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વાસ્થ્ય વર્ધક અનાજ પકાવવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે તાપી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો માટે જિલ્લા તંત્રની સક્રિય કામગીરી માટે સરાહના કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચીને પણ તેઓના પગ ગ્રામ્યકક્ષાએ જોડાયેલા છે. તેમની પ્રેરણાથી સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ઉજવી રહ્યું છે. ત્યારે આપણે સૌ ગતિ તરફ નહિ પરંતુ પ્રગતિ મેળવવા પ્રયાસ કરવો જોઈએ એમ ઉમેર્યું હતું. તમામનો સર્વાંગી વિકાસ થાય તેને જ સાચી પ્રગતિ કહી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વાસ્થ્ય વર્ધક અનાજ પકાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે વ્યારાના વડા ડૉ.સી.ડી.પંડ્યા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે પ્રાકૃતિક ખેતી અંગે કેવીકે વ્યારાના વિષ્ય નિષ્ણાત ડૉ.કુલદિપભાઈ રાણા દ્વારા પ્રાકૃતિક ખેતીના પાકોનું બજાર વ્યવસ્થાપન અંગે તથા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ)સુરતના કે.વી.પટેલ દ્વારા આંતર રાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ તથા કૃષિ વિભાગની વિવિધ પ્રવૃતિ અને યોજનાઓ અંગે ખેડૂત મિત્રોને એક્સપર્ટ લેક્ચર આપ્યો હતો. કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોની સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

નોંધનિય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ : ૨૦૨૩ ને International Year of Millets તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. મીલેટસ પાકોના સ્વાસ્થ્ય વર્ધક મહત્વ, વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ થાય તેમજ કૃષિમાં આધુનિક તાંત્રિકતાઓ, પ્રાકૃતિક કૃષિ, ખેતી પાકોનું મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન બાબતે લોક જાગૃતતા આવે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે આશયથી Millets Festival નું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ તથા તાલુકા કક્ષાએ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અલ્કેશ પટેલ, સહિત વ્યારા તાલુકાના ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post