તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને એસ ટી બસની સેવા મળી રહે તેવા ઉમદા આશયથી સોનગઢ ડેપો દ્વારા ઉનાઇ ઇન્ટરસિટી નવીન બસની ફાળવણી કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ
ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને એસ ટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે ઉનાઈ ઇન્ટરસિટી નવી બસ ની શરૂઆત કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે
ઉનાઇ ઇન્ટરસિટી નવી બસ ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સોનગઢ ડેપો ના ડ્રાઈવર કંડકટર વ્યારા બસ સ્ટેન્ડ કંટ્રોલ કે.બી.ચૌધરી હાજર રહ્યા હતા અને શ્રીફળ વધેરી બસ ની શરૂઆત કરવામાં આવી હતી. ગડત, બેડચીત ડોલવણ પંથકના લોકોને એસટી બસ સેવાનો લાભ મળતા મુસાફરોમાં આનંદ છવાઈ ગયો હતો .અને ગુજરાત એસ. ટી સુરત વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590