મહેશ પાડવી/ નિઝર : નિઝર - ઉચ્છલ હાઇવે પર નિઝર તાલુકાના હાથનુર ગામના બ્રિજ પર કોઈ અજાણ્યા ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર બંને વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.પ્રાથમિક મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના ગોપીન્દ્રભાઈ કીકાભાઈ વળવી અને કુકરમુંડા તાલુકાના ચીરમટી ગામના જેસુબેન સેગાભાઈ પાડવી મોટરસાયકલ રજી. નં.GJ - 26 - R - 5375 પર સવાર થઈ માણેકપુર થી ચીરમટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાથનુર ગામના બ્રિજ પાસે ટ્રક ચાલકે બાઈકને યાદ અડફેટે લેતા બાઇક પર સવાર બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર નિઝરના હાથનૂર ગામે સવારના ૬ થી ૭ વાગ્યાના સમયે ગોપીન્દ્રભાઈ કીકાભાઈ વળવી (ઉ.વ.૫૪ રહે. માણેકપુર તા.ઉચ્છલ જી.તાપી ) અને જેસુબેન સેગાભાઈ પાડવી (ઉ. વ.૭૦ રહે. ચીરમટી તા. કુકરમુંડા જી. તાપી) મોટરસાયકલ રજી. નં.GJ - 26 - R - 5375 પર સવાર થઈ માણેકપુર થી ચીરમટી જઈ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ગોપીન્દ્રભાઈ અને જશુબેન ને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જોકે ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો.નિઝર પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590