મહેશ પાડવી (પ્રતિનિધી ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આહ્વાનને સફળ બનાવવા ગુજરાતની સાથે તાપી જિલ્લાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવાનું આયોજન છે.
આગામી બે માસ એટલે કે ૮ સપ્તાહ સુધી ચાલનારા ''સ્વચ્છતા હી સેવા'' જન આંદોલન અંતર્ગત આજ રોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામમાં તાપી નદી કિનારે આવેલ ઐતિહાસિક અંબે માતા મંદિર અને મહાદેવ મંદિર પાસે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામની સ્થાનિક બહેનોએ સફાઈ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. જુના કુકરમુંડા ગામનું આ પ્રખ્યાત મંદિર છે જ્યા ગત વર્ષો ભોજપુરી ફિલ્મ 'લાલ ઇશ્ક નું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590